🚆 રેલવે RRB ટેક્નીશિયન ભરતી 2025 – 6180 જગ્યાઓ



21 જૂન, 2025 | સ્રોત: indianrailways.gov.in

ભારતીય રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા રેલવે ટેક્નીશિયન ગ્રેડ-I અને ગ્રેડ-III માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 6180 ખાલી જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે 28 જૂન 2025 થી 28 જુલાઈ 2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

ચાલો જાણી લો સંપૂર્ણ વિગતો — પાત્રતા, ફી, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ અને કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માર્ગદર્શિકા.


📅 મહત્વની તારીખો (Important Dates)

ઘટનાઓ                                                                              તારીખ                    
    સૂચના પ્રકાશિત                                                                         જૂન 2025
    ઓનલાઈન અરજી શરૂ28 જૂન 2025
    છેલ્લી તારીખ28 જુલાઈ 2025
    ફી ભરવાની છેલ્લી તારીખ28 જુલાઈ 2025
    સુધારણા તારીખજાહેર કરાશે
    એડમિટ કાર્ડબાદમાં જાહેર કરાશે
    પરીક્ષા તારીખજાહેર કરાશે
    પરિણામ તારીખજાહેર કરાશે


💰 અરજી ફી (Application Fee)

        
     કેટેગરી                                                                                         ફી        
    સામાન્ય / OBC / EWS ₹500/-
    SC / ST / PH ₹250/-
    તમામ કેટેગરી મહિલાઓ ₹250/-
    સુધારણા ચાર્જ ₹250/-
            
ફી ચુકવણીનું માધ્યમ: ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા ઈ-ચાલાન દ્વારા.

🎯 ઉમર મર્યાદા (Age Limit as on 01-07-2025)    

     પોસ્ટ                                                 ન્યુનત્તમ ઉમર                              મહત્તમ ઉમર
     Technician Gr-III 18 વર્ષ 30 વર્ષ
     Technician Gr-I Signal 18 વર્ષ 33 વર્ષ

📋 કુલ ખાલી જગ્યાઓ – 6180

    
પોસ્ટ                                      ખાલી જગ્યાઓ         લાયકાત                        
    Technician Grade-1 (Signal)          180                                        BE/ B.Tech/ Diploma/
               B.Sc. (Engineering)
    Technician Grade-3          6000                10 પાસ + ITI સંબંધિત ટ્રેડમાં

👉 વધુ વિગતો માટે RRB ની સત્તાવાર નોટિફિકેશન જરૂરથી વાંચો.

💵 પગારધોરણ (Salary Details)

પોસ્ટ                                              પગાર ધોરણ (₹)                 ભથ્થાં                                
    Technician Grade-1                             ₹29,200 – ₹92,300    HRA, DA, TA, અન્ય ભથ્થાં
    Technician Grade-3 ₹19,900 – ₹63,200 HRA, DA, TA, અન્ય ભથ્થાં

✅ પસંદગી પ્રક્રિયા (Selection Process)

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી નીચે મુજબની પ્રક્રિયા દ્વારા થશે:

  1. CBT (Computer Based Test) પરીક્ષા
  2. દસ્તાવેજોની ચકાસણી
  3. મેડિકલ પરીક્ષણ
  4. અંતિમ પસંદગી યાદી


🖥️ અરજી કરવાની રીત – Railway Technician Online Form 2025

RRB ની અધિકૃત વેબસાઇટ દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવશે. નીચે આપેલા પગલાં અનુસરો:

  1. સૌપ્રથમ RRB Technician Notification 2025 PDF વાંચો.
  2. નીચે આપેલી લિંક અથવા સત્તાવાર વેબસાઇટ indianrailways.gov.in પર જાઓ.
  3. “Apply Online” લિંક પર ક્લિક કરો.
  4. જરૂરી માહિતી દાખલ કરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  5. અરજી ફી ચૂકવો.
  6. અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી રાખો.

જો તમે ભારતીય રેલવેમાં નોકરી કરવા માટે આતુર છો અને ટેકનિકલ ક્ષેત્રમાં લાયકાત ધરાવો છો તો આ ભરતી તમારા માટે સુંદર તક છે. ટૂંકી સમયમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે, ત્યારે જલદી પગલાં લો અને તમારી તૈયારી શરૂ કરો.

ધ્યાનમાં રાખો: દરેક માહિતીની સત્તાવાર પુષ્ટિ માટે RRB ની વેબસાઇટની મુલાકાત લેવી અનિવાર્ય છે.


Previous Post Next Post